Gujarat

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ સંપન્ન

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ સંપન્ન

આજ તા.૧૧-૮- ૨૦૨૪ ના રોજ વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા.ની ૯૨ મી જન્મ જયંતિ અને શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મ.સા.ના અંતરિક્ષના આશિર્વાદ સાથે નિ:શૂલ્ક નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ ડોક્ટર્સ ટીમ, આયોજકો તથા દર્દીઓની ઉપસ્થિતિ વચ્ચે વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીના શ્લોક ગાન સાથે વિધિવત કેમ્પનો પ્રારંભ થયેલ. બાદ ગાઠાણી હોસ્પિટલના મુખ્ય વ્યવસ્થાપક અતુલભાઇ શાહ એ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરી નિષ્ણાંત તબીબોનો પરિચય કરાવ્યો.
ત્યારબાદ કેમ્પ આયોજકોએ ડોક્ટર્સ ટીમ તથા પત્રકારશ્રીને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માનિત કરેલ. સાથોસાથ લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ રમણીકભાઈ ગોહેલ એ સંસ્થા વતી ડોક્ટર્સ તથા પત્રકારશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરેલ. આજના કેમ્પમાં વિસાવદર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય કક્ષાએથી બહોળી સંખ્યામાં પેશન્ટો ઉપસ્થિત રહેલ.
આંખના નિષ્ણાંત સર્જન ડૉ.વિપુલ માકડીયા તથા ગાઠણી હોસ્પિટલ ડૉ.બ્રિજેશ પટેલ એ દર્દીઓની આંખમાં પ્રસરેલા મોતિયો, વેલ, જામર, પરવાળા અંગેની તપાસ કરી જરૂરિયાત દર્દીઓને ફેકો મશીન દ્વારા નેત્રમણી આરોપણ કરવામાં આવેલ. તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ.દેવમ દવે તથા હાડકાના સર્જન ડૉ.ચંદ્રેશ વેકરીયા દ્વારા હાડકા, સ્નાયુ, સાંધા, મણકા, ગરદન, કમરથી પીડિત દર્દીઓને તપાસી યોગ્ય મેડિસિન સાથે ઉપચાર કરવામાં આવેલ.
સમગ્ર કેમ્પનું સફળ સંચાલન લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ રમણીકભાઈ ગોહેલ એ કરેલ. કેમ્પની સઘળી વ્યવસ્થા બાબતે હોસ્પિટલના મુખ્ય વ્યવસ્થાપક અતુલભાઇ શાહ, હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ દફતરી, એક્સ રે વિભાગના ધર્મેશભાઈ વ્યાસ તથા હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓ એ સારી એવી જહેમત ઉઠાવેલ.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240811-WA0020.jpg