ઉના શહેરમાં શાહ એચ ડી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આજે વિજયા દશમી પર્વ દશેરાના દિવસે રાત્રે રાવણ રૂપી રાક્ષસ પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં રાવણ રૂપી રાક્ષસ પૂતળા દહન કાર્યક્રમ દર વર્ષેની જેમ આ વર્ષે વિશાળ કદનો રાવણ રૂપી રાક્ષસના પૂતળું ઉભુ કરવામાં આવ્યું હતું. અને રાવણ રૂપી રાક્ષસના પૂતળા દહન પહેલા ફટાકડાની આતશ બાજી યોજી અને ત્યાર બાદ પૂતળા દહન કરેલ આ કાર્યક્રમ નિહાળવા ઉના તાલુકા તથા ઉના શહેરની જનમેદની હજારોની સંખ્યામા ઉમટી પડી હતી.

આ ભવ્ય આયોજનમાં સંત શિરોમણી પંચ અગ્નિ અખાડાના સભાપતિ વંદનીય પૂજનીય સંત શ્રી મુક્તાનંદજી બાપુ પધારી આર્શી વચન આપ્યું હતું. ઉના તાલુકાના દિવ્ય સંતો મહંતો પણ પધારી આ ભવ્ય કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

રાવણ રૂપી રાક્ષસ દહનનો કાર્યક્રમમાં સહ પરિવાર, નાના ભૂલકાઓ, મિત્ર મંડળ સાથે ખુબજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ઉનાં પીઆઇ, પી એસ આઈ સહીત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત સાથે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

