Gujarat

એસ વી દોશી ગર્લ્સ હાઈ  સ્કૂલ સાવરકુંડલા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા તારીખ ૧૦-૮-૨૪  ના રોજ વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાની વિદ્યાર્થીની બહેનોને સિંહનું માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું.જેમાં શાળાના આચાર્ય  ઉષાબેન તેરૈયા,શાળાના સુપરવાઇઝર  નીતાબેન ત્રિવેદી તેમજ શાળાના શિક્ષક ભાઈઓ-બહેનો દ્વારા આ ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીનીઓને સિંહોની વસ્તી તેમજ સૌરાષ્ટ્ર અને ગીર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. તેમજ જુદા જુદા સૂત્રો દ્વારા લોકોમાં સિંહ પ્રત્યે ની ભાવના જાગૃત થાય તેમજ સિંહો પ્રત્યે ઉદારતા દાખવે તે હેતુસર સાવરકુંડલા શહેરની અંદર વિદ્યાર્થીની બહેનો દ્વારા સુંદર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સાથોસાથ સાવરકુંડલા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ વિશ્વ સિંહ દિવસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા.શ્રી જેવી મોદી હાઇસ્કૂલના પટાંગણમાં વિવિધ શાળાઓની વિદ્યાર્થીની તેમજ વિદ્યાર્થીઓને એકત્રિત કરી રાજ્ય સરકાર દ્વારા તેમજ વિવિધ સિંહની પ્રત્યે જાગૃતિ દાખવવાના હેતુસર જુદી જુદી સંસ્થાઓના સાનિધ્યમાં સુંદર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમા  ૮૦૦ થી વધારે બહેનોએ ભાગ લીધો હતો એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી