હાલ ચાલી રહેલ લોકસભા 2024 ની ચૂંટણીની તળામાંર તૈયારીઓના ભાગરૂપે પાવી જેતપુર ખાતે આવેલ આઈટીઆઈ માં તાલુકા પ્રાથમિક અધિકારી કૃષ્ણકાંત કોળી પાવી જેતપુર તાલુકા સ્વીપ નોડલ પી.આર વાઘેલા તેમજ નાયબ મામલતદાર સત્યજીત રાઠવા તેમજ આઇટીઆઇ કોલેજના પ્રિન્સિપાલ યશવંતભાઈ ખાટ દ્વારા આઈટીઆઈ ખાતે અભ્યાસ કરી રહેલા તમામ ટ્રેડના વિદ્યાર્થીઓને પોતાના એક મત નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અલગ અલગ ઉદાહરણો દ્વારા ચૂંટણીમાં એક મત નું મહત્વ શું હોય છે તે સમજાવ્યું હતું અને જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર મતદાન કરાવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ સિગ્નેચર કેમ્પિયન ચલાવી તમામને સહી કરાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં 125 જેટલા અલગ-અલગ ટ્રેડનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

