Gujarat

શ્રી વી.ડી. કાણકિયા કોલેજ, એનએસએસ દ્વારા સાવરકુંડલા બસસ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગનું આયોજન થયું

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ૧૭/૦૯/૨૪ થી ૦૨/૧૦/૨૪ સુધી પખવાડિક ઉજવણીનાં ભાગરૂપે આજરોજ તા. ૨૫/૦૯/૨૪ બુધવારે શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા એનએસએસ વિભાગ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સાવરકુંડલા’નાં સંયોજનથી એનએસએસ સ્વયંસેવકો દ્વારા ‘ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સાવરકુંડલા’માં વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.
‘સ્વચ્છતા’ વિષય ઉપર ૧૪ જેટલાં વિદ્યાર્થીઓએ જુદા જુદા ચિત્રો બનાવ્યા હતા. આ વોલ પેઇન્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા, વાહન વ્યવહાર નિગમ અધિકારી ડેપો મેનેજર  વી.એચ.નથવાણી, સ્ટેન્ડ ઇન્ચાર્જ  પુનિત જોષી, જે.એ.ટ્રાફિક હર્ષદ ભટ્ટ, સિક્યુરિટી ઇન્ચાર્જ વિશ્ર્વાસ દવે અને પંકજ મારુ. હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિ.ડૉ. એસ.સી.રવિયા સાહેબ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. આશિષ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બિપીન પાંધી