Gujarat

ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણી વેહતું થયું; અડધો કલાક વરસાદ પડતા સમગ્ર અંબાજી પાણી પાણી

યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. હાલમાં જે પ્રકારે હવામાન વિભાગની આગઈ કરાઈ છે. ત્યારે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં સવારે અંધારપટ છવાયું હતું. આજે દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદની શરૂઆત થઈ છે.

ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદની થઈ શરૂઆત થઈ હતી. ભારી વરસાદ વરસતા અંબાજીના માર્ગ પર પાણી વેહતું થયું હતું. અંબાજી આજુબાજુ ડુંગર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં અનેકો જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે.

જેના કારણે લોકોને અનેકો પ્રકારની મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરાતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. આજે સવારે દાંતા તાલુકાના અનેકો પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે. અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણી વેહતું થયું છે. અડધો કલાક વરસાદ પડતા સમગ્ર અંબાજી પાણી પાણી થયું હતું અને રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.