Gujarat

ગુજરાતમાં કુપોષણની વાત આવી તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઝીરો ફિગર પર ઢોળી દીધું.

કુપોષણ એ ગંભીર મુદ્દો છે. આંકડા સાબિત કરે છે ગુજરાતમાં કુપોષણનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પરંતુ લાગે છે કે આરોગ્ય મંત્રીને આ વિષય ગંભીર લાગતો નથી. પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રીએ તેને ઝીરો ફીગર સાથે જાેડીને કુપોષણની મજાક ઉડાવી છે. ગુજરાત વિધાનસભામાં આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ઝીરો ફીગર મેળવવાની ઘેલછામાં લોકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. આરોગ્ય મંત્રીએ કુપોષણ મુદ્દે વિધાનસભામાં કહ્યું કે, કુપોષણનો વિષય ગામડુ હોય કે શહેર, ઝીરો ફીગર મેળવવાના કારણે કુપોષણ થાય છે. સમૃદ્ધ જિલ્લામાં પણ કેસો જાેવા મળ્યા છે.

આપણા વિસ્તારમાં બધા સાથે લઈને મારુ ગામ કુપોષણ મુક્ત ગામ બને એવુ કરીએ. કુપોષિત મુક્ત ગામ અને મહોલ્લાનો સંકલ્પ કરીએ. સરકારના કરોડો રૂપિયા આપે છે. માતાઓ માટે પણ ચિંતા કરે છે. માતા મૃત્યુ દર વધતો હોય છે, બાળ મૃત્યુ દર વધતો હોય છે. આપણે આવી સ્થિતિમાં માતાની સંભાળ રાખવા માટે વ્યવસ્થા કરી છે. મોટાભાગે બાળકનુ મોત સાત દિવસમા થતુ હોય છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલોને મંજુરી અપાઈ છે. હકીકત તો એ છે કે, ગરીબોને બે ટંક જમવાનું પણ માંડ મળતુ હોય છે. આવામાં ગરીબ મહિલાઓ કેવી રીતે ઝીરો ફીગરનો વિચાર પણ કરે. માતા કુપોષિત હોવાથી બાળક કુપોષિત થાય છે, પરંતું તેનું કારણે ઝીરો ફિગર કેવી રીતે હોઈ શકે તે આરોગ્ય મંત્રી સમજાવે. આમ, ગુજરાતમાં કુપોષણની વાત આવી તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઝીરો ફિગર પર ઢોળી દીધું.

દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષિતથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. રાજ્યના ૪ જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ નોંધાયા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને હક્કાબક્કા રહી જવાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુલ ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૫૧૩૨૧ બાળકો કુપોષિત છે. તો નવસારીમાં સૌથી ઓછા ૧૫૪૮ કુપોષિત બાળકો નોંધાયા છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાત વિધાનસભામાં રાજ્યના કુપોષિત બાળકોના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫,૨૮,૬૫૩ બાળકો કુપોષિત છે.

જી હા…૫,૨૮,૬૫૩ બાળકોમાંથી ૧,૧૮,૧૦૪ બાળકોનું વજન અતિઓછા વજનવાળામાં સમાવેશ થાય છે. ૨૯ જિલ્લામાંથી ૨૪ જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જાેવા મળ્યો છે. પરંતુ ૯૭૮૪૦ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. રાજ્યના ૪ જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો છે. ૪ જિલ્લામાં કુપોષણના ૧૬૦૬૯ બાળકો વધ્યા છે. સૌથી વધુ કુપોષિત બાળકો ૫૧૩૨૧ દાહોદમાં નોંધાયા છે. નવસારીમાં સૌથી ઓછા ૧૫૪૮ કુપોષિત બાળકો નોંધાયા છે. રાજ્યના સૌથી મહત્વના જિલ્લા અમદાવાદમાં ૩૫૧૬ કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ થયેલા આંકડાઓમાંથી નવસારીના આંકડાઓમાં વિસંગતતા જાેવા મળી છે. કુલ ૧૫૪૮ કુપોષિત બાળકો સામે ૫૪૮૯ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યાનું લેખિતમાં અપાયું છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *