Gujarat

શું અંકલેશ્વરનો નવ કરોડી ભ્રષ્ટાચારી બ્રીજ પડી ભાંગશે કે શું ?

અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની નવ કરોડના ખર્ચે મરામત બાદ પણ ભ્રષ્ટાચારની તિરાડો સાથે વોલ બેસી જવાનો લોકોને ભય
— નીચલા સ્તરથી ઉચ્ચકક્ષાઅ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખાતરીપૂર્વક કહેતા સ્થાનિક લોકો
ભરૂચ, તા.27-07-2024
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના ઓએનજીસી બ્રિજની મરામત માટે નવ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે બ્રિજને ખુલ્લો મૂકતાં જ ૯૦ દિવસમાં જ માર્ગો ઉપર ભુવા પડવા અને પ્રોટેક્શન દીવાલમાં મસ્ત મોટી તિરાડો પડવી સહિત વોલ ધસી પડે તો લોકના જીવનું જોખમ ઉભુ થાય તેવા આક્ષેપ સાથે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામત માટે અંકલેશ્વરવાસીઓ એ એક વર્ષ સુધી હાલાકી ભોગવી હતી અને બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હોવાનું કહી બ્રિજને વાહન વ્યવહાર માટે બ્રિજને ૯૦ દિવસ બાદ ખુલ્લી મૂકવામાં આવ્યો હતો. પ્રથમ ચોમાસામાં જ નવ કરોડનો તૈયાર થયેલ બ્રિજના મુખ્ય માર્ગ ઉપર મોટામસ ભુવા તથા પ્રોટેક્શન દીવાલમાં તીરાડો સાથે પુરાણ કરેલ મેટલો પણ બેસી જતાં આ નવ કરોડી પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કૌભાંડ થયું હોવાની બૂમો ઉઠી છે.
આખરે ઓએનજીસી બ્રિજની મજબૂતી અને ફિટનેશનું સર્ટિફિકેટ કયા અધિકારીએ આપ્યું તેવા સવાલો ઉભા થયા છે. અધિકારીઓની લાપરવાહીના કારણે પણ કોન્ટ્રાકટરને છાવરવામાં આવતા હોય તેમ લોકોમાં ચર્ચા સાથે આખરે ઓએનજીસી બ્રિજમાં નવ કરોડનું આંધણ કર્યા બાદ પણ કેટલો ટકશે તેવા સવાલો સાથે હાલ તો તિરાડોમાંથી નીકળતું વરસાદી પાણી અને પિલરોના ધોવાણથી ધસી પડે તેવા આક્ષેપ સાથે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ?
પરંતુ બ્રિજ બનાવવામાં તંત્રના કર્મચારીઓ, સાહેબો, કોન્ટ્રાક્ટરો, નિર્માણકાર્ય કરનારાઓ, ખરાઈ કરનારાઓ, બ્રીજનું અવલોકન કરનારાઓ, પરવાનગી આપનારાઓ, ટેન્ડર બહાર પાડનારાઓ, ટેન્ડર મંજૂર કરનારાઓ, બીલ ચુકવનારાઓ, બીલ મેળવનારાઓ, માટી, પથ્થર સહિતના ખનીજ પુરૂં પાડનારાઓ, સળિયા સિમેન્ટ સહિતનું મટીરીયલ પુરૂં પાડનારાઓ સહિતના નીચેથી લઈ ઉચ્ચકક્ષા સુધી મોટું કૌભાંડ થયું હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે.
વિરલ ગોહિલ, ભરૂચ