Gujarat

ભરૂચમાં ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી

સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા સ્થાનિકોની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી

ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું લગાવવામાં ન આવતા રાતના અંધારામાં મહિલા ગટરમાં ખાબકી હતી.

સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેમણે સ્થાનિકોની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મહિલાને ગટરમાં પડી જવાથી હાથ પગ અને મોઢા ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જાેવા મળ્યા હતા. લોકોના મિજાજને પારખી તંત્ર દ્વારા તાત્કાલિક ગટર પર ઢાંકણું લગાડવામાં આવ્યું હતું.