છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 7 જેટલી સોસાયટીને જોડતો રસ્તો બોડેલીથી રાજ ખેડવાનો રસ્તો પંચાયત માર્ગ મકાન વભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે 1.83 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થતાં જૂનો રસ્તો તોડી નાખતા મકાનો અને રસ્તા વચ્ચે એક ફૂટની ગેપ પડી ગઈ છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે. એક વર્ષથી પંચાયત માર્ગ મકાન વિભાગ રસ્તા ની કામગીરી કરાવતું નથી. બે બે ત્રણ ત્રણ વાર દબાણો તોડવામાં આવ્યા છે.

જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા. અને હજુ પણ રસ્તોના બનાવતા મહિલાઓ સૂત્રોચાર કરી માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાજરીમાં ભાજપના ઝંડા ગટર લાઈનના ઢાંકણા ઉપર ભેરવીને ભાજપનો આ વિકાસના સૂત્રોચાર કર્યા હતા. જ્યારે આ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન છે. અને રાજકીય આતા પાટામાં રસ્તોના બનતા ગંદકીનું સામ્રાજ્ય થતાં ડેન્ગ્યુના અને મલેરિયા તાવના કેસો વધતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

