જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણ ના ભાગરૂપે મહિલાઓ આત્માનિર્ભર અને સક્ષમ બને સાથે-સાથે આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત થાય તેમજ સંકટ સમયે પોતે પોતાનો બચાવ કરી શકે એવા હેતુથી મહિલા સક્ષમ બનાવવાના હેતુથી અને મહિલા સક્ષમ થાય એ આશયથી મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં 15 દિવસ સુધી રાખવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય તથા જે. ડી. વી. કન્યા શાળામાં અભ્યાસ કરતી 338 જેટલી દીકરીઓએ આ સ્વરક્ષણ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. આ તાલીમ પૂરી પાડવા માટે કોચ જયવીરસિંહ સરવૈયા અને જોડીયા મહિલા પોલીસકર્મી દેવિકાબેનએ પૂરો પ્રયત્ન કર્યો હતો. 15 દિવસના આ મહિલા સુરક્ષા તાલીમ શિબિરમાં તમામ પ્રકારના દાવ અને સુરક્ષા સેવાઓની માહિતી આપી હતી અને તમામ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા જોડીયા પોલીસ વડા બી. એલ. ઝાલા અને સમગ્ર શાળા શિક્ષકગણ તથા વિદ્યાર્થીની બહેનોએ રહેમત ઉઠાવી એ બદલ શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી ક્રિષ્નાબા એમ. ચુડાસમા સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.

