Gujarat

હારીજના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ મહિલાઓનો હોબાળો, સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાંર કરી ભારે રોષ વ્યક્ત કર્યો.

પાટણ….
રાધનપુર…
અનિલ રામાનુજ રાધનપુર….

હારીજના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ મહિલાઓનો હોબાળો, સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાંર કરી ભારે રોષ વ્યક્ત કર્યો.

*નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચી પાલિકાના દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવા માંગ કરી ..*

*પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં આંખ આડા કાન કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો…*

પાટણ જિલ્લાના હારીજ નગરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હારીજ વોર્ડ નંબર (પ)ના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ,ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ મહિલાઓએ રોશ વ્યક્ત કરી હલ્લાબોલ મચાવ્યો હતો ત્રણ દરવાજા વિસ્તારમાં પીવાનું મીઠું પાણી સમયસર ના મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો તાજેતરમાં જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી પીવાના પાણીની પાઇપલાઇન ની કામગીરી અણઘડ કામગીરીને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી સમયસર મળતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું આડેધડ ખોદકામને લઈ મહિલાઓ બાળકો સિનિયર સિટીઝનો વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી હાલમાં પાલિકા દ્વારા પાઇપ લાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના આયોજન વગર અણઘડ ખોદકામ કરી પાઇપ લાઈનની કામગીરી સમયે કોઈ જવાબદાર કોન્ટ્રકટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમલોલ થતું હોવાની રાવ સાથે સ્થાનિક લોકોએ ભારે વ્યક્ત કર્યો હતો જેને લઈ નગર વિકાસ કમિટી તથા હિત રક્ષક કમિટી સ્થળ પર આવી કામગીરીની ચકાસણી કરી હતી .સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં આંખ આડા કાન કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આગામી સમયમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યાનું વહેલી તકે કાયમી ધોરણે નિકાલ કરવા સ્થાનિકોએ માગ કરી હતી.

IMG-20241225-WA0068-0.jpg IMG-20241225-WA0069-1.jpg IMG-20241225-WA0070-2.jpg