Gujarat

કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આજે છોટાઉદેપુરના તેજગઢ જિલ્લા પંચાયત અને ધંધોડા જિલ્લા પંચાયતની કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી

કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લામાં પણ આવનાર છે ત્યારે આજે છોટાઉદેપુર ના તેજગઢ મુકામે તેજગઢ જિલ્લા પંચાયત અને ધંધોડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. આ બેઠકની અંદર કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા, હાથ સે હાથ જોડાના પ્રદેશના કો કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને તેજગઢ જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આ મીટીંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવનાર હોય જેને લઇને તૈયારીઓના ભાગરૂપે મિટીંગ યોજાય હતી.

20240225_122629.jpg