Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

તા. ૨૧-૨-૨૪ ના રોજ કાણકિયા કોલેજમાં ગુજરાતી અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. રીન્કુબેન ચૌધરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ, સમગ્ર વિશ્વમાં આજે માતૃભાષા દિવસ શા માટે ઉજવાય છે, માતૃભાષાનું વૈશ્વિક મહત્વ શું છે તે અંગે વિદ્યાર્થીઓને વાત કરેલ. કોલેજના પ્રિ.ડો. એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વિશ્વની દરેક ભાષાઓ મહત્વની છે, ત્યારે માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાનું આપણે સૌ ગૌરવ લઈએ,અભિવ્યક્તિ માટે ગુજરાતી ભાષા કેટલું વૈવિધ્ય ધરાવે છે, તેમજ માતૃભાષાનું ઋણ કદી ઉતારી શકાય નહીં તે વિશે હૃદયસ્પર્શી વાત કરેલ.માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતી અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ ગોસ્વામી લીસા, નાકરાણી દર્શન, તેરૈયા તમન્ના, મૈસુરીયા નેહા,મીત અધ્વર્યુ વગેરે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રસંગને અનુરૂપ સ્પીચ,કવિતાઓ, દુહા છંદ, સમૂહ ગીત વગેરે રજુ કરી માતૃભાષા દિવસનું ગુણગાન કરેલ.
અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. ડી.ડી. ભટ્ટે ગુજરાતી ભાષા કઈ રીતે ચઢિયાતી છે તે વિશે વાત કરેલ તેમજ વિશ્વની ૩૦૦૦ થી વધુ ભાષાઓ લુપ્ત થઈ છે , ત્યારે વૈશ્વિક ભાષા તરીકે અંગ્રેજી જરૂરી છે, પણ સાથે સાથે માતૃભાષાનું જતન પણ થવું જોઈએ તે વિશે વૈશ્વિક ઉદાહરણો સાથે વાત કરે ગુજરાતી વિભાગના પ્રો.ડો.આશિષભાઈ ચૌહાણએ પણ ગુજરાતી ભાષાના વૈભવ વિશે વાત કરેલ તેમજ ગુજરાતી કાવ્યનું પઠન કરેલ.વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે જહેમત  ઉઠાવેલ એમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

IMG-20240221-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *