વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી
આજરોજ વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા. શાળા ખાતે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળા સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, ફિમેલ હેલ્થ વર્કરની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી.
શાળાના આચાર્ય પ્રદિપભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે આ શાળાના નિવૃત્ત શિક્ષક યોગાભ્યાસી જી.વી.જોશી દ્વારા ‘યોગ: કાર્યેષુ કૌશલમ્’ શાળાના બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન, આસન તથા અંગ કસરત કરવામાં આવ્યા. સાથોસાથ યોગ પ્રાણાયામથી થતા ફાયદાઓ અંગે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી.
શાળાના મદદનીશ શિક્ષક ઉમેશભાઈ રીબડીયા, ભાવેશભાઈ ટાટમીયા, હેતલબેન કિરણબેન, આંગણવાડી કાર્યકર રૂપલબેન તેમજ આરોગ્ય ફિમેલ વર્કર યોગા કાર્યક્રમમાં જોડાયા હતા. તેમ શાળાના આચાર્ય પ્રદિપભાઈ વેકરીયાની અખબાર યાદી જણાવે છે.
રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર





