Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ  દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત વિશ્વ હૃદય દિવસ તા.૨૯ ના રોજ સવારે ૬ કલાકે ન્યુ ગાંધી સોસાયટી અજમેરાનગર રાજકોટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

જેમાં યોગ નિષ્ણાતો દ્વારા હૃદય રોગ નિવારણ વિષય પર માર્ગદર્શન આપી દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

શિબિરમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, દંડકશ્રી મનીષભાઈ, અગ્રણી શ્રી જ્યોતિબેન ટીલવા સહિત મહાનુભાવો તથા યોગ ટ્રેનર્સ, યોગ કોચ સહિત ૨૫૦ જેટલા યોગસાધકો ઉપસ્થિત રહી તમામે યોગ કર્યા હતા.