યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી નિમિતે સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.૨૨/૯/૨૪ ના રોજ સલ્મ વિસ્તાર પાળીયાદ રોડ બોટાદ ખાતે બોટાદ મુક્તિધામ ના સૌજન્યથી સાડી વિતરણ કરાયું.
આગામી દિવસો માં નવરાત્રી અને દીવાળી નો તહેવારો નજદીક આવનાર હોય શ્રમજીવી બહેનો તહેવાર ની મોજ માણી શકશે.
આ પ્રસંગે યંગ જાયન્ટ્સ – બોટાદ ના પ્રમુખ કુલદીપ વસાણી , જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , યંગ જાયન્ટ્સ સેક્રેટરી બ્રિજ દાણી વગેરે ઉપસ્થિત રહેલ.