ઇન્ડિયન એસોસિએશન ઑફ બરુન્ડીના વાઇસ ચેરમેન હિરેન સોની જેઓ મૂળ વડોદરા જિલ્લાના ડભોઇના વતની છે. તેઓ એસો.ના પ્રમુખ મોહમ્મદ અલી અને યુવા સમિતિના નેતા અલી ખાનના નેતૃત્વમાં અન્ય સ્વયંસેવકો સાથે ચેરિટી કાર્ય – સામાજિક સેવાનાં કાર્યો કરતાં આવ્યાં છે.
તાજેતરમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા આફ્રિકાના બરુન્ડીમાં ઇન્ડિયન એસો. ઓફ બરુન્ડીની સ્થાપના કરાઇ છે. જેમાં ભારતીય એસો.ના વાઇસ ચેરમેન તરીકે હિરેન સોનીની નિમણૂક કરાઇ છે. આ રીતે તેમણે વિદેશમાં રહીને પણ ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખી છે.
સમાજનાં લોકોને મદદરૂપ થવાના ભાગરૂપે બરુન્ડીના વિવિધ વિસ્તારોમાં રહેતાં વિકલાંગો અને અનાથ છોકરાઓની સંસ્થાઓ ઉપર પહોંચી 400 કિલો ચોખા અને 400 કિલો કઠોળનું વિતરણ કરી તેઓને મદદરૂપ બને છે. એટલું જ નહીં આગામી સમયમાં આ ઇન્ડિયન એસો. ઑફ બરુન્ડી હેઠળ વધુ સામાજિક કાર્યો કરવાનું તેમણે વચન આપ્યું છે. ડભોઇના વતની એવા હિરેન સોની પોતાનો કાર્યભાર વિદેશમાં કરી રહ્યા છે અને ત્યાં રહીને પણ તેઓ પોતાનાં વતનને અને સમાજને આજે પણ દરેક સેવા કાર્યોમાં પોતાનો ફાળો આપતા આવ્યા છે.
વિદેશમાં પણ આ જ પરંપરા તેમણે જાળવી રાખી છે. જેથી ઇન્ડિયન એસો. ઓફ બરુન્ડીના સભ્યોએ પણ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.