તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ મંગળવારના રોજ સાવરકુંડલાની વી.ડી. કાણકીયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં દર વર્ષે “યુથ રેડ ક્રોસ ક્લબ” અને CPR ની તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલાના નેજા હેઠળ યોજવામાં આવે છે.

રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર વિશે માર્ગદર્શન કરવામાં આવ્યું અને વિડીયો અને પ્રેક્ટીકલ પ્રયોગ દ્વારા RECOVERY POSITION તથા CPRની તાલીમ આપવામાં આવી. કોઈ ક્રીટીકલ પરિસ્થિતિમાં ફસાયેલા વ્યક્તિનો જીવ બચાવવા માટેની પ્રક્રિયાની સમજણ આપવામાં આવી.

આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ પ્રેરણાદાયી માર્ગદર્શન કરવામાં આવ્યું અને યુથ રેડ ક્રોસ ક્લબને પ્રેકટીકલ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. આખાય કાર્યક્રમનું સંચાલન યુથ રેડ ક્રોસ ક્લબના કો-ઓર્ડીનેટર તથા
કોમર્સ વિભાગના અધ્યાપક ડો. હરેશ દેસરાણીસર દ્વારા કરવામાં આવ્યું.
બિપીન પાંધી

