તાજેતરમાં યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટ દ્વારા તા. ૧૭/૦૨/૨૦૨૪ના રોજ સમગ્ર જીલ્લામાં જ નહિ પણ પુરા ગુજરાતમાં જેમનું નામ છે. અને જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો.એવા ચલાલાના રત્ન કાનજી ભુટ્ટા બારોટના નામથી એવોર્ડ લોકસાહિત્ય મર્મી એવા છેલભાઈ વ્યાસને આપવાનો કાર્યક્રમ કે જેમાં ખાસ પૂ. મોરારીબાપુ પણ ઉપસ્થિત રહેવાના હોય, તેમજ સાંજે ભવ્ય લોક ડાયરો કે જેમાં અરવિંદ બારોટ, મેરામણભાઈ ગઢવી, રાજભા ગઢવી, હિતેશ અંટાળા, ગોપાલ બારોટ, અભિરાજ બારોટ, જગદીશ ત્રિવેદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેવના છે. તેમજ ૧૮/૦૨/૨૦૨૪ના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નની ભવ્ય તડામાર તૈયારી ગાયત્રી પરિવાર દ્વારા ચાલી રહી છે. પૂ. રતિદાદાના આશીર્વાદ અને સાનિધ્યથી આ સુંદર કાર્ય ભવ્ય રીતે સંપન્ન થાય તેવું ભારત ભૂષણ શ્રી મહેશભાઈ મહેતા અને આચાર્ય શ્રી શીતલબેન મહેતા તથા ગાયત્રી સંસ્કાર ધામની સમગ્ર ટીમ અને સમગ્ર ગ્રામજનો તેમજ સાથી મિત્રો દ્વારા ભવ્ય રીતે તૈયારીઓ હાથ ધરાય રહી છે. એમ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા. વતી રતિદાદાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/02/IMG-20240213-WA0020.jpg)