જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા ગઢબોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ભીલ મુકેશભાઈ અરવિંદભાઈ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત છોટાઉદેપુર, ભીલ ભાવનાબેન વિજયભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નસવાડી, ભીલ શકુબેન મહેશભાઈ સરપંચ ગઢબોરીયાદ, રાજુભાઈ રાઠવા પૂર્વ તાલુકા પ્રમુખ નસવાડી, રોહિત જાવભાઈ દામણભાઈ
ગઢબોરીયાદ ગામના વડીલ રણજીતભાઇ જાનિયભાઈ તાલુકા પંચાયત સભ્ય . ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એમ. ચૌહાણ, તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ માં જિલ્લા સરકારી હોસ્પિટલ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાંટ તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી ગઢબોરીયાદ કેમ્પ માં આવેલ દર્દીઓ ને સારવાર અને સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

