અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષ 1949થી વિધાર્થીઓના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે.

ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજુવાત કરવામાં આવેલ હતી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખુબ જ દયનિય છે, જેના પર સરકારના ત્વરિત પગલાં અતિઆવશ્યક છે.

જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા ત્રણ જેટલા મુદ્દાઓ જેવા કે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેમજ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટ માં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

