છોટાઉદેપુર નગરમાં આગામી દિવસોમાં નિકળનાર રથયાત્રાના કાર્યક્રમને લઈને છોટાઉદેપુર પોલીસે નગરમાં વિવિધ વિસ્તારમાં ફ્રૂટ પેટ્રોલિંગ કર્યું હતુ. નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે છોટાઉદેપુર પોલસે નગરના વિવિધ વિસ્તારમાં ફ્રૂટ પેટ્રોલિંગ કર્યું હતું. છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
