Gujarat

 છોટાઉદેપુરના ઝોઝ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરાયું, વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર જાગૃત કરવામાં આવ્યા

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પરત્વે જાગૃત કરવા આવ્યા હતા.
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાના ત્રણ દિવસના બિન નિવાસીય કેમ્પ નું KGBV બાલિકા વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
જેમાં ચાઈલ્ડ એન્ડ પેરેન્ટ કાઉન્સિલર તેમજ પ્રેસિડેન્ટ KKR ફાઉન્ડેશન KGC પ્રિ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપલ નીલમબેન દ્વારા ઝોઝ KGBV વિદ્યાલયના જુનિયર કેડેટ તેમજ શ્રી એસ.જી.પટેલ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના સિનિયર કેડેટને વ્યક્તિ વિશિષ્ટ સેસનમાં લાઈફ સ્કિલ વિશે સોસીયલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ! ફિલ્મો ના લાભા લાભ, સ્વચ્છતા તમાકુ પર પ્રતિબંધ મુકવો જોઈએ,પ્લાસ્ટિક ના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ,ઓનલાઇન શિક્ષણ વધુ સારું કે ઓફલાઇન શિક્ષણ ?સાઇબર ફ્રોડ થી કેવી રીતના બચવું, વિગેરે વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર