માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર GJ 11 AK 439 અને ટ્રક GJ 31 T 10O5 વચ્ચે અકસ્માત થતાં પુત્ર અને પતિની નજર સામેજ મહીલા નું મૃત્યુ થયેલ છે જ્યારે ચાર વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ થયો છે ચાર વર્ષના બાળકે માતા ને ગુમાવેલ છે અને આ પતી પત્ની ની જોડીને ખંડિત થયેલ છે સ્થળ ઉપર થી 108 મારફતે મહીલા નાં મૂર્તદેહ માંગરોળ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો મહીલાના મોતને પગલે કેશોદના જોગી પરીવારમાં શોક છવાઈ જવા પામેલ છે

અકસ્માત ની જાણવા મળતી વિગતો પ્રમાણે કેશોદથી સ્કુટર પર રવિભાઈ જોગી ઉ.વ.36 પોતાની પત્ની કાજલબેન ઉ.વ.30 અને પુત્ર શિવમ ઉ.વ.4 ને બેસાડી કેશોદ થી માંગરોળનાં શીલ ગામે આવતા હતા તે દરમિયાન રુદલપુર ફાટક પાસે ટ્રકે સ્કુટર ને હડફેટે લેતા સ્કુટર માં પાછળ બેસેલા રવિભાઈના પત્ની કાજલ બહેનનુ ટ્રકના ટાયરમા આવી જતા કાજલ બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચાર વર્ષિય પુત્ર શિવમ નો તેમજ રવિભાઈ નો ચમત્કારીક બચાવ થયો છે, બાઈક ચાલક રવિ ભાઈ અને ચાર વર્ષિય પુત્ર શિવમ ની નજર સામેજ કાજલ બહેન જોગી નું મોત થતાં વાતાવરણ ગમગીન બન્યું હતું,
આ ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા અને 108 મારફતે મહીલા ના મૃતદેહ ને માંગરોળ ગવર્નમેન્ટ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો મૃતક મહિલા નું પિયર શીલ હોય બનાવની જાણ થતાં શીલ સરપંચ જયેશ ચુડાસમા સ્થળે અને હોસ્પિટલે પહોચી જરૂરી મદદ કરી હતી માંગરોળ પોલીસે ગુન્હો નોંઘી ટ્રક ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ