કેનેડાએ ભારત જતા મુસાફરોના વધારાના પરીક્ષણનો ર્નિણય પાછો ખેંચી લીધો છે. સીબીસી ન્યૂઝ અનુસાર, કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદના કાર્યાલયે ગઈકાલે (૨૧ નવેમ્બર, ૨૦૨૪) આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેઓએ પ્રતિબંધો હટાવ્યા છે. આ નવા નિયમો ગયા સપ્તાહે જ લાગુ કરવામાં આવ્યા હતા. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે ગયા સોમવારે કહ્યું હતું કે કેનેડાથી ભારત જતા મુસાફરો માટે અત્યંત સાવધાની રાખવામાં આવી રહી છે.
એર કેનેડા દ્વારા ભારતમાં મુસાફરી કરતા મુસાફરોને એક નોટિસ પણ મોકલવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં મુસાફરી કરતા તમામ મુસાફરો માટે કડક સુરક્ષા આદેશોને કારણે, તેમની આગામી ફ્લાઇટ્સ માટે રાહ જાેવાનો સમય અપેક્ષા કરતા વધુ લાંબો થવાની ધારણા છે. જાે કે, કેનેડાની સરકારે નવા પ્રોટોકોલને દૂર કરવાના કારણોની સ્પષ્ટતા કરી નથી. કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (સીએટીએસએ) દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા મુસાફરો અને તેમના સામાનની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, વધારાની તપાસ અને એરપોર્ટ પર લાંબી કતારોના કારણે ભારતની ફ્લાઈટ્સ મોડી પડી હતી. ઑક્ટોબરમાં નવી દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં તપાસ વિસ્તારવાની જાહેરાત કરવામાં આવી હતી. ફ્લાઈટને કેનેડાના ઈક્લુઈટ તરફ વાળવામાં આવી હતી. જાે કે તપાસ બાદ અહીં કોઈ વિસ્ફોટકો મળ્યા નથી. ફ્લાઈટ્સ પર મળેલી ધમકીઓમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પણ ૧ થી ૧૯ નવેમ્બર દરમિયાન એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સામે જાહેર ધમકી આપી હતી. કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા ધરાવતા પન્નુએ ભૂતકાળમાં પણ આવી જ ધમકીઓ આપી છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની ધરતી પર નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો આક્ષેપ કર્યા પછી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી અવરોધ ઊભો થયો છે. ભારતે આ દાવાઓને સતત નકારી કાઢ્યા અને તેમને વાહિયાત ગણાવ્યા. જ્યારે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ઇઝ્રસ્ઁ) એ ભારતીય એજન્ટો પર કેનેડામાં હત્યા અને ધાકધમકી સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ મૂક્યો ત્યારે સંબંધો વધુ બગડ્યા. ત્યારથી બંને દેશોએ ટોચના રાજદૂતોને હાંકી કાઢ્યા છે અને અનેક મોરચે સહયોગ અટકાવ્યો છે.