International

યમનમાં હુથી વિદ્રોહીઓ સાથે જાેડાયેલા ઘણા લક્ષ્યો પર ઇઝરાયલનો હમલો

હવે ઇઝરાયલનો નવો ટાર્ગેટ યમનના હુતિઓ!

એરપોર્ટનો કંટ્રોલ ટાવર બિનકાર્યક્ષમ, ૧૦૦થી વધુ વિમાનો ત્રાટક્યા, બે લોકોના મોત

ઇઝરાયેલની સેનાએ હવે લાલ સમુદ્રમાં તેના સૌથી મોટા દુશ્મન હુથી વિરૂદ્ધ હુમલો શરૂ કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે યમનમાં હુથી વિદ્રોહીઓ સાથે જાેડાયેલા ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો છે, જેમાં સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પશ્ચિમ કાંઠે ત્રણ બંદરોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એરફોર્સે યમનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

યમનના મીડિયા અનુસાર, આના કારણે એરપોર્ટનો કંટ્રોલ ટાવર બિનકાર્યક્ષમ બની ગયો હતો અને હુતી પ્રશાસન દ્વારા ઉપયોગમાં લેવાતા નાગરિક વિમાનને પણ નુકસાન થયું હતું. હુમલામાં બે લોકોના મોત થયાના અહેવાલ છે. આ હવાઈ હુમલો યુદ્ધ સ્તરનો હુમલો હતો, જેમાં ઈઝરાયેલે મોટી સંખ્યામાં વિમાનોનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશનમાં ૧૦૦થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો.

આ ઓપરેશન અમેરિકા સાથે સંકલન કરીને કરવામાં આવ્યું હતું. રૂ્‌ ન્યૂઝના અહેવાલ અનુસાર, એક ઇઝરાયેલના સૂત્રએ કહ્યું, ‘અમે કહ્યું હતું કે હુથીઓને ભારે કિંમત ચૂકવવી પડશે અને તેઓ અમારી તાકાત જાેશે.’ તેમણે એમ પણ કહ્યું કે આ હુમલો છેલ્લો નહીં હોય. કતારના અલ-અરબી નેટવર્કે દાવો કર્યો હતો કે હુમલાના કારણે સમગ્ર દેશમાં આંશિક વીજ આઉટ થયો હતો. હુમલા દરમિયાન વડા પ્રધાન બેન્જિાેમન નેતન્યાહુએ એરફોર્સ કમાન્ડ સેન્ટરમાં જણાવ્યું હતું કે, ‘અમે આતંકવાદી ઈરાનનો હાથ કાપી નાખવા માટે પ્રતિબદ્ધ છીએ.’ અગાઉ બુધવારે એક ભાષણમાં, તેમણે કહ્યું હતું કે હુથિઓ એ જ પાઠ શીખશે જે હમાસ, હિઝબોલ્લાહ, અસદ સરકાર અને અન્ય લોકોએ શીખ્યા છે.

સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે કહ્યું, ‘જે કોઇ ઇઝરાયલને નુકસાન પહોંચાડશે તેનો પીછો કરવામાં આવશે. કોઈપણ હુથી નેતા ઈઝરાયેલની પહોંચથી બચી શકશે નહીં. હિઝબુલ્લાહ સાથે જાેડાયેલા લેબનીઝ આઉટલેટ અલ માયાદીને આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયેલના હુમલા દરમિયાન યુએસ નેવીના યુદ્ધ જહાજાે પણ સામેલ હતા. આ હુમલા બાદ હુતીની સંભવિત પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલે તેના હવાઈ સંરક્ષણના સ્તરમાં વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, હુમલા સમયે ઉૐર્ં ના ડાયરેક્ટર જનરલ અને સનામાં યુએન કોઓર્ડિનેટર યમનના એરપોર્ટ પર હાજર હતા.