International

સીરિયામાં બળવાખોરોની મદદ કરીને તુર્કીએ રશિયા સાથે દગો કર્યો

સીરિયામાં અસદ સરકારને હટાવ્યા બાદ ચારે બાજુથી બોમ્બમારો થઈ રહ્યો છે. દક્ષિણ સીરિયામાં, ઇઝરાયેલી સેનાએ ગોલાન હાઇટ્‌સથી આગળ વધીને બફર ઝોન પર કબજાે જમાવ્યો છે, જ્યારે મધ્ય સીરિયામાં અમેરિકાના હુમલા ચાલુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન સેના ૈંજીૈંજીના સ્થાનો પર બોમ્બમારો કરી રહી છે. આ સિવાય તુર્કી ઉત્તર સીરિયામાં કુર્દિશ લડવૈયાઓ પર પણ હુમલો કરી રહ્યું છે, જેથી તે પોતાની સરહદને કુર્દિશ લડવૈયાઓના ખતરાથી સુરક્ષિત કરી શકે.

સીરિયામાં અસદ સરકારના પતન પાછળ તુર્કીનો હાથ છે, તુર્કીએ આ વર્ષની શરૂઆતમાં અસદ સરકાર સાથે સંબંધોને સામાન્ય બનાવવાની ઓફર કરી હતી, પરંતુ તે સમયે રાષ્ટ્રપતિ રહેલા અસદે કોઈ સકારાત્મક જવાબ આપ્યો ન હતો. ૐ્‌જી બળવાખોર જૂથોને હુમલો કરવા માટે લીલી ઝંડી આપી હતી. પરંતુ આરોપ છે કે આ સમગ્ર આયોજનમાં તુર્કીની સાથે ઈઝરાયેલ પણ સામેલ છે અને હવે ઈઝરાયલે આ તકનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું તુર્કીના એર્દોગન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા બિછાવેલી જાળમાં ફસાઈ ગયા છે?

સીરિયામાં બશર અલ-અસદની સરકાર ઈરાનની નજીક હોવા છતાં તેનો સૌથી મોટો સાથી રશિયા રહ્યો છે. આવી સ્થિતિમાં અસદ સરકારને પછાડવામાં મદદ કરવાનો અર્થ છે રશિયા સાથે દગો કરવો. હકીકતમાં, પુતિનના ગુરુ કહેવાતા એલેક્ઝાન્ડર ડુગિને સીરિયાના મુદ્દે તુર્કી પર મોટો હુમલો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું તુર્કીએ રશિયા સાથે દગો કર્યો છે અને હવે તે બરબાદ થઈ ગયો છે.

હવેથી તમને પસ્તાવો થશે.’ ડુગિન સ્વ-ઘોષિત ફિલોસોફર છે અને પુતિન સાથે ઔપચારિક રીતે કામ કરતા નથી. પુતિનના ર્નિણયો પર તેમનો પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે અને આ ચર્ચાનો વિષય પણ રહ્યો છે. જાેકે કેટલાક લોકો તેને ‘પુતિનનું મગજ’ પણ કહે છે. ડુગિન પુતિનના મોટા સમર્થક છે અને યુક્રેન સામેના યુદ્ધને યોગ્ય ઠેરવતા રહ્યા છે. રશિયા ૩૩ મહિનાથી યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે અને આવી સ્થિતિમાં સીરિયામાં અસદ સરકારને બચાવવી ખૂબ જ પડકારજનક હતી. જાે રશિયાએ સીરિયામાં વધુ તાકાત લગાવી હોત તો શક્ય છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં તેમને થોડું નુકસાન થયું હોત.

કદાચ આ જ કારણ છે કે પુતિનની સેનાએ ૨૦૧૬ની જેમ આ વખતે પણ સીરિયન વિદ્રોહીઓ સામે સ્ટ્રાઈક નથી કરી. પરંતુ અસદ સરકારનું પતન સ્વાભાવિક રીતે જ રશિયા માટે મોટું નુકસાન છે. આવી સ્થિતિમાં ડુગિને એર્દોગનને ચેતવણી આપતા કહ્યું કે, ‘એ વાત નિશ્ચિત છે કે રશિયા તુર્કીને કોઈ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ આવા વિશ્વાસઘાત પછી, એવી અપેક્ષા રાખવી મુશ્કેલ છે કે રશિયા મુશ્કેલીના સમયમાં તુર્કીની મદદ માટે આગળ આવશે સમયાંતરે મુશ્કેલીઓ આવતી રહે છે.