International

વ્લાદિમીર પુતિને કઝાકિસ્તાનમાં અઝરબૈજાન વિમાન દુર્ઘટનાને દુઃખદ ગણાવી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે (૨૫ ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાન નંબર ત્ન૨-૮૨૪૩ દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ક્રેમલિને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ પુતિને આ દુઃખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

અઝરબૈજાન એરલાયન્સની વિમાન સંખ્યા ત્ન૨-૮૨૪૩ દક્ષિણી રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ ઘટનામાં ૩૮ જેટલા લોકોના મોત થયા જ્યારે ૨૯ લોકો બચી ગયા હતા. આ વિમાન ત્ન૨-૮૨૪૩ ને દક્ષિણી રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે રશિયાના ક્ષેત્રોમાં યુક્રેની ડ્રોન દ્વારા હુમલો થઈ રહ્યો હતો.

યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા. રસિયાના ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે અઝરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો છે.

વિમાનનું ડાયવર્ઝન સુરક્ષાને કારણે થયું હતું, કારણ કે તે સમયે ગ્રોઝની, મોઝડોક અને વ્લાદિકાવકાઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલા થઈ રહ્યા હતા, જેના કારણે તેમને નિષ્ફળ કરવા માટે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી.અઝરબૈજાનની શરૂઆતી તપાસમાં વિમાન પર બાહરી હસ્તક્ષેપની વાત કહેવામાં આવી, જેના કારણે વિમાન અનિયંત્રિત થઈ કઝાકિસ્તાન તરફ વળી ગયું.

તપાસમાં વિમાનના પાંખિયામાં ગોળીના નિશાન પર જાેવા મળ્યા. જે તે સંકેત આપે છે કે રશિયાની ડિફેન્સ સિસ્ટમ તરફથી વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હશે. આ દુર્ઘટના બાદ રશિયાએ આ ઘટનાને પક્ષીઓની ટક્કર સાથે જાેડી હતી, પરંતુ અઝરબૈજાન અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ આ દાવા પર સવાલો ઉઠાવ્યા હતા.