National

ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ, 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ લાગશે નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે.

નિર્મલા સીતારમણનું આ સતત 7મું બજેટ છે. તેમણે કહ્યું, ‘સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહેશે. સરકાર નોકરીની તકો વધારશે.

વહેલી સવારે નાણામંત્રી સવારે સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિએ તેને દહીં અને ખાંડ ખવડાવ્યા. આ પછી તે સંસદ ભવન પહોંચ્યા હતા. કેબિનેટે અહીં સંસદ ભવનમાં બજેટને મંજૂરી આપી હતી..