National

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોંડલ ઓર્ચિડ પેલેસની મુલાકાત લીધી

ગોંડલના રાજવીશ્રી હિમાંશુસિંહજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભગવદ્રોમંડલ ભેટ કરી આવકાર્યા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તુલસી વિવાહ પ્રસંગે ગોંડલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગોંડલના વિખ્યાત ઓર્ચિડ પેલેસની પણ મુલાકાત કરી હતી. આ તકે ગોંડલના રાજવીશ્રી હિમાંશુસિંહજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભગવદ્રોમંડલ ભેટ કરી આવકાર્યા હતા તથા રાજમાતા શ્રી કુમુદ કુમારીબાએ મુખ્યમંત્રીશ્રીને ભગવત ગુણ ભંડાર પુસ્તક આપી અભિવાદન કર્યું હતું.

આ તકે શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રી ગૌરાંગભાઈ સંઘવી, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષી સહિત ઉપસ્થિત રહ્યા હતા.