મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાેઈને સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે અને રાજકીય વિશ્લેષકોના મતે મહારાષ્ટ્રની જનતાએ સત્તાની ચાવીને લઈને પોતાનો ચુકાદો આપી દીધો છે. વલણો અનુસાર, મહાયુતિએ ઘણા સમય પહેલા બહુમતીના આંકને પાર કરી લીધો હતો પરંતુ હવે તે ૨૦૦ને પાર કરી ગયો છે. આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તેમણે કહ્યું હતું કે “મેરા પાની ઉતરતા દેખ મેરે કિનારે ઘર મત બસા લેના, મે સમંદર હું, લોટકર વાપસ આઉંગા” પાણી ઓછું થતું જાેઈને હવે ચૂંટણી પરિણામો વચ્ચે, લોકો ફરીથી ૨૦૧૯ માં ફડણવીસે શું કહ્યું હતું તે યાદ કરી રહ્યા છે. તેમના સહયોગીઓના મતે, તેઓ મહારાષ્ટ્ર ભાજપના પ્રભાવશાળી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે અને મહાયુતિ ગઠબંધનને જંગી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો વર્ષ ૨૦૧૯નો છે, જ્યાં ફડણવીસ મુખ્યમંત્રી બનવાની ખૂબ જ નજીક હતા, પરંતુ શિવસેના સાથે મતભેદોને કારણે પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ અને પછી શિવસેના, દ્ગઝ્રઁ અને કોંગ્રેસે મળીને રાજ્યમાં સરકાર બનાવી. જે બાદ વધુ બેઠકો હોવા છતાં સમર્થનના અભાવે તેમને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. તે જ સમયે, વિધાનસભાના વિશેષ સત્રમાં ફડવાણીએ વિપક્ષ પર કાવ્યાત્મક ઘા કર્યા હતા. હવે એવું લાગે છે કે તે સમયે તેમના હોઠ પર માતા સરસ્વતી હતા. આ જ કારણ છે કે પાંચ વર્ષમાં મહારાષ્ટ્રનું રાજકારણ ઘણું બદલાઈ ગયું છે.