National

મનમોહન સિંહનો રાજકીય કાર્યકાળ ૩૩ વર્ષ લાંબો હતો

ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું હતું

નવી દિલ્હી, તા.૨૭ઃ પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહજીનું ગઇ રાતે ૯ઃ૫૧ વાગ્યે દુઃખદ નિધન થયું છે. દેશના છેલ્લા એવા વડા પ્રધાનના જીવન બાબતે જેમનો આઝાદી પહેલા જન્મ થયો હતો અને તેમણે કેવી રીતે ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું. ડૉ. મનમોહન સિંહનો રાજકીય કાર્યકાળ ૩૩ વર્ષ લાંબો હતો, ભારતમાં આર્થિક સુધારાના નાયક હતા. તેઓ એક કુશળ રાજનેતા હોવાની સાથે વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક હતા. તેઓ ભારતના નાણા પ્રધાન અને નાણા સચિવ, રિઝર્વ બેક્રના ગવર્નર પણ રહી ચુક્યા છે.

આવા મહાન અર્થશાસ્ત્રીએ ભારત જેવા વિકાસસીલ દેશને વિશ્વની હરોળમાં લાવવા આર્થિક ઉદારીકરણ લાવી દેશને મજબુત બનાવ્યો. તેઓ ભારતના અર્થવ્યવસ્થાને મજબૂત કરનાર અને ગ્લોબલાજેશન અને આર્થિક ઉદારીકરણન પ્રણેતા લગભગ ૧૯૯૧થી ફાઇનાન્સ મિનિસ્ટરથી ૨૦૧૪ સુધી દેશને આર્થિક મજબૂતાઈ આપવા ખૂબ મોટો ફાળો હતો. આર્થિકવ્યવસ્થાને ૨૧ સદીમાં લઈ જનાર વડા પ્રધાન ૨૦૦૨થી ૨૦૦૪માં રાજ્યસભાના વિપક્ષ નેતા હતા. ભારતના ૧૪માં કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વળતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે.

અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ તેમનો જન્મ થયો હતો. ડૉ. સિંહે ૧૯૪૮માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડયા હતા. ૧૯૫૭માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિગ્રી મેળવી હતી. ૧૯૬૨માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

પોતાના પુસ્તક ‘ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્‌સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડન પ્રેસ, ઓક્સફોર્ડ, ૧૯૬૪)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો. આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (ેંદ્ગઝ્ર્‌છડ્ઢ) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ ૧૯૮૭થી ૧૯૯૦ દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.