વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૪ વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ની પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે. આ ફિલ્મ ગુજરાતના બહુચર્ચિત ગોધરાકાંડ પર આધારીત છે. વડાપ્રધાન મોદી આજે દિલ્હી સ્થિત બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ નિહાળશે. ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. પીએમ મોદીએ ફિલ્મની રિલિઝ બાદ તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મની પ્રશંસા કરતી પોસ્ટ કરી હતી.
જેમા કહ્યુ હતુ કે” એકદમ બરાબર, આ સારી વાત છે કે હવે સત્ય સામે આવી રહ્યુ છે અને એ પણ એવી રીતે કે આમ જનતા પણ તેને જાેઈ શકે, કોઈપણ ફેક નેરેટિવ થોડા સમય સુધી ચાલી શકે અંતે તો સત્ય સામે આવી જ જાય છે. ઁસ્ મોદીએ એક પોસ્ટને રિટ્વીટ કરતા આ ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ અંગે એ પોસ્ટ એક પત્રકારે કરી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૦૨માં ગોધરામાં અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બાને સળગાવવાની ઘટના પર આધારિત છે, જેમા ૯૦ જેટલા કારસેવકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
માત્ર પીએમ મોદી જ નહીં ગૃહમંત્રા અમિત શાહ પણ આ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી ચુક્યા છે. અમિત શાહે ૨૨ નવેમ્બરે ફિલ્મ મેકર્સ સાથે મુલાકાત પણ કરી હતી. અમિત શાહે તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મ મેકર્સની તસવીર પોસ્ટ કરી અને કહ્યુ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમ સાથે મુલાકાત કરી અને સત્ય સામે લાવવાના તેમના સાહસ બદલ તેમને શુભેચ્છા પણ પાઠવી” કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યુ કે આ ફિલ્મમાં અસત્ય અને ભ્રામક તથ્યોને ઉજાગર કરવામાં આવ્યુ છે અને એ સત્ય સામે લાવે છે જેને રાકીય હિતોની પૂર્તિ માટે લાંબા સમય સુધી દબાવીને રાખવામાં આવ્યુ હતુ.
ફિલ્મને કેટલાક રાજ્યોમાં ટેક્સફ્રી કરી દેવામાં આવી છે. ગુજરાત, યુપી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ફિલ્મને તેમના રાજ્યમાં ટેક્સ ફ્રી કરી ચુક્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય રાજ્યમંત્રી ભાગીરથ ચૌધરીએ રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જાેઈ. ફિલ્મ જાેયા બાદ ચૌધરીએ કહ્યુ “સાબરમતી રિપોર્ટ એ સત્ય સામે લાવી દીધુ. જાે કે બદનસીબી એ છે કે વોટબેંકની રાજનીતિએ પૂરી માનવતાને શર્મસાર કરી દીધુ. હંમેશા સત્યનો સાથ દેવો જાેઈએ. સત્યને ક્યારેય પરાજિત ન કરી શકાય.”