National

સમગ્ર દેશમાં ડોક્ટરોનો વિરોધ તીવ્ર બન્યો: દિલ્હી AIIMS બહાર ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લાગ્યા; CBI પીડિતાના ઘરે પહોંચી

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રબળ બન્યો છે. ગુરુવારે દિલ્હી એઈમ્સની બહાર સેંકડો વિદ્યાર્થીઓએ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન CBIની પાંચ સભ્યોની ટીમ પીડિતાના ઘરે પહોંચી અને બાળકીના માતા-પિતાને મળ્યા.

આ ઉપરાંત મેડિકલ કોલેજના 5 ડોક્ટર અને કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ CM મમતા બેનર્જીએ કહ્યું કે, ડાબેરીઓ અને ભાજપના કાર્યકરોએ મળીને મેડિકલ કોલેજ પર હુમલો કર્યો.

આમાં વિદ્યાર્થીઓની કોઈ ભૂમિકા નથી. હું આવતીકાલે ગુનેગારને ફાંસીની સજાની માગ સાથે રેલી કાઢીશ. હકીકતમાં, 14મી ઓગસ્ટની મોડી રાત્રે 1000 લોકોના ટોળાએ મેડિકલ કોલેજ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં 9 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.