Sports

મોહમ્મદ શમીએ T20માં જબરજસ્ત સેન્ચુરી બનાવી દીધી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૪ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં બરોડાએ બંગાળને ૪૧ રને પરાજય આપ્યો હતો. મોહમ્મદ શમીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈજામાંથી પરત ફર્યા બાદ મોહમ્મદ શમી સતત ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે, જેથી તે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શકે. આવી સ્થિતિમાં આ મેચ દરમિયાન તમામની નજર શમી પર ટકેલી હતી. BCCI પણ શમીની ફિટનેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

શમી ભલે પોતાની ટીમને મેચ જીતાડવામાં ન અપાવી શક્યો, પરંતુ તેણે એક મોટી સિદ્ધિ મેળવી. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં રમતી વખતે મોહમ્મદ શમીએ ૪ ઓવરમાં ૪૩ રન ખર્ચ્યા હતા એટલે કે તે ઘણો મોંઘો સાબિત થયો હતો. જાે કે આ દરમિયાન તેણે ૨ વિકેટ પણ લીધી હતી. આ બે વિકેટ સાથે શમીએ T20 ક્રિકેટમાં પોતાની ૨૦૦ વિકેટ પણ પૂરી કરી લીધી છે. શમી T20 ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે ૨૦૦ વિકેટ લેનારો આઠમો ભારતીય છે. શમી પહેલા ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ અને ઉમેશ યાદવ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

મોહમ્મદ શમી અત્યાર સુધી ૧૬૫ T20 મેચ રમી ચુક્યો છે, જેમાંથી તેણે ટીમ ઈન્ડિયા માટે ૨૩ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન શમીએ ૮.૧૯ની ઈકોનોમીથી રન આપ્યા છે અને ૨૦૧ વિકેટ લીધી છે. શમીએ તેની T20 કારકિર્દી દરમિયાન ૩ વખત એક ઈનિંગમાં ૪ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ સિવાય શમી ભારતનો ત્રીજાે ખેલાડી છે જેણે T20 તેમજ લિસ્ટ છ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૦૦ વિકેટ લીધી હોય. આ યાદીમાં શમી સિવાય માત્ર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનું નામ સામેલ છે.