ભારતની પુરુષ અને મહિલા તીરંદાજી ટીમે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુરુવારે યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમ ત્રીજા સ્થાને રહી હતી જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી.
મેન્સ ટીમે રેન્કિંગ રાઉન્ડમાં 2013 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે મિક્સ્ડ ટીમ 1347 પોઈન્ટ સાથે 5મા સ્થાને રહી હતી. આ પહેલાં મહિલા ટીમે 1983 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
પુરૂષોની ટીમમાં ધીરજ બોમ્માદેવરા 681 પોઈન્ટ સાથે ચોથા ક્રમે અને મહિલા ટીમમાં અંકિતા ભગત 11મા ક્રમે છે. અંકિતાએ 666 પોઈન્ટ લીધા હતા.
ટોપ-8 રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમનો સામનો તુર્કી અને કોલંબિયા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. જ્યારે મહિલા ટીમ ફ્રાન્સ અને નેધરલેન્ડ્સની વિજેતા સાથે રમશે.

