Sports

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સ્પોર્ટ્‌સ જર્નાલિસ્ટે માર્નસ લાબુશેનને લઈને મોટું નિવેદન આપ્યું

એડિલેડ ટેસ્ટ વચ્ચે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્પોર્ટ્‌સ પત્રકાર રોબર્ટ ક્રેડૉકનું છે. તેણે તે રાત વિશે જણાવ્યું છે જેમાં માર્નસ લાબુશેને તેની કારકિર્દી બચાવી હતી. ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટ્‌સ જર્નાલિસ્ટે એડિલેડ ટેસ્ટના પહેલા દિવસના પોસ્ટ-ગેમ શોમાં માર્નસ લાબુશેન વિશે આવી વાત કહી. તેણે આ વાત લાબુશેનની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા બાદ કહી હતી. રોબર્ટ ક્રેડડોકે, એડિલેડમાં ભારત સામે માર્નસ લેબુશેનની પ્રથમ દિવસની રમત પર ટિપ્પણી કરતા કહ્યું કે તેણે આજે રાત્રે તેની કારકિર્દી બચાવી લીધી. એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે.

આવી સ્થિતિમાં, જ્યારે ભારતીય દાવનો અંત અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી ત્યારે માર્નસ લાબુશેન બેટિંગ કરવા આવ્યો ત્યારે રાતનો સમય થઈ ગયો હતો. ડે-નાઈટ ટેસ્ટમાં જ્યારે પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ૩ નંબર પર બેટિંગ કરવા આવેલ લેબુશેન ૨૦ રન બનાવીને અણનમ રહ્યો હતો.રોબર્ટ ક્રેડડોકે લેબુશેન દ્વારા ૨૦ રનની અણનમ ઇનિંગની સમીક્ષા કરી. તેણે કહ્યું કે એડિલેડમાં ચાલી રહેલી પિંક બોલ ટેસ્ટની પ્રથમ રાત્રે લાબુશેને ૨૦ રન બનાવીને અણનમ રહીને તેની કારકિર્દી બચાવી લીધી છે.

તેણે કહ્યું કે હું જાણું છું કે રન માત્ર ૨૦ છે. પરંતુ તે ૨૦ રનોએ ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરને બચાવી લીધો. તમે નંબર ૩ બેટ્‌સમેન પાસેથી સમાન પ્રદર્શનની અપેક્ષા રાખો છો. એડિલેડમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટના પ્રથમ દિવસે ૨૦ રન પર અણનમ રહેવા ઉપરાંત, માર્નસ લાબુશેન પણ યુવા બેટ્‌સમેન નાથન મેકસેવેની સાથે ભાગીદારી કરતા જાેવા મળ્યો હતો.

બંને વચ્ચેની ભાગીદારી પહેલા દિવસે ૫૦થી વધુ રન સુધી પહોંચી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પ્રથમ દાવમાં ૧ વિકેટે ૮૬ રન સુધી પહોંચી ગયો હતો. ઓસ્ટ્રેલિયા માટે ૫૨ ટેસ્ટ રમી રહેલો લાબુશેન પર્થ ટેસ્ટમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. ત્યાં તેણે પ્રથમ દાવમાં ૨ રન અને બીજા દાવમાં પણ માત્ર ૩ રન બનાવ્યા હતા.