Sports

BCCIએ ટીમ ઈન્ડિયાના અન્ય મુખ્ય કોચની જાહેરાત કરી

ટીમ ઈન્ડિયાઃ BCCIએ ટીમ ઈન્ડિયા માટે બીજા કોચની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ રમી રહી છે અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફર્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગંભીર પારિવારિક કારણોસર ભારત આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા પરત ક્યારે જશે તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી. જેના કારણે મ્ઝ્રઝ્રૈંએ ટીમ ઈન્ડિયા સાથે વધુ એક કોચનો ઉમેરો કર્યો છે. ખરેખર, તમને જણાવી દઈએ કે અંડર ૧૯ ટીમ ઈન્ડિયા હાલ દુબઈમાં એશિયા કપ રમી રહી છે. જેના માટે હૃષિકેશ કાનિટકરને અંડર ૧૯નો કોચ બનાવવામાં આવ્યો છે.

કાનિટકર ભારત માટે કોચિંગની જવાબદારી સંભાળી ચૂક્યા છે. હૃષિકેશ કાનિટકરે ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી તમિલનાડુના કોચ તરીકે પણ કામ કર્યું છે અને તેમના કોચિંગ હેઠળ તમિલનાડુની ટીમે નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. તે ૨૦૨૩ મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાથે સ્ટેન્ડ-ઈન કોચ તરીકે જાેડાઈ છે. ટીમ ઈન્ડિયાએ અંડર ૧૯માં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરવાની છે.

ભારતને પાકિસ્તાન, જાપાન અને ેંછઈની સાથે ગ્રુપ છમાં રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ૩૦મી ડિસેમ્બરે પાકિસ્તાન અંડર-૧૯ સાથે રમવાની છે. મોહમ્મદ અમાનને આ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટની શરૂઆત ૨૯ નવેમ્બરે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેની મેચોથી થઈ હતી જ્યારે તેની ફાઈનલ મેચ ૮ ડિસેમ્બરે આઈસીસી એકેડમી દુબઈ ખાતે રમાશે.