Sports

સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું; સોફી એક્લેસ્ટન પ્લેયર ઑફ ધ મેચ

મહિલા વર્લ્ડ કપની નવમી મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ ગ્રૂપ Bમાં ટોપ પર પહોંચી ગયું છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં, સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા.

સોફી એક્લેસ્ટોને 15 રનમાં 2 વિકેટ લીધી હતી. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નતાલી સિવર બ્રન્ટ અણનમ 48 અને ઓપનર ડેનિયલ વ્યાટે 43 રન સાથે અણનમ 48 રનની ઇનિંગ્સ રમી હતી.

બંનેએ ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 64 રનની ભાગીદારી કરી હતી. મેચ વિનિંગ પાર્ટનરશિપના કારણે ઇંગ્લેન્ડે 4 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવનારી ઇંગ્લિશ ટીમે દક્ષિણ આફ્રિકાની પ્રથમ વિકેટ 31 રનમાં લીધી હતી. અહીં તાજમીન બ્રિટ્સને લિન્સે સ્મિથે આઉટ કર્યો હતો. કેપ્ટન લૌરા વૂલવર્થે શાનદાર બેટિંગ કરી. તેણે ટીમને સારી શરૂઆત અપાવી અને 42 રન બનાવ્યા. તેને એક્લેસ્ટને બોલ્ડ કર્યો હતો.

સોફી એક્લેસ્ટને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની બે મુખ્ય બેટર્સને આઉટ કરીને મેચ ઇંગ્લેન્ડની તરફેણમાં ફેરવી દીધી હતી. લૌરા વૂલવર્થ ઉપરાંત એની ડર્કસેને 11 બોલમાં અણનમ 20 અને મેરીજન કેપે 17 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.