શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ખરાબ શરૂઆતથી બાઉન્સ બેક કરવામાં સફળ રહી હતી. ટીમે પ્રથમ દાવમાં 236 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. એક સમયે શ્રીલંકાની ટીમ 100ની અંદર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી.
આવી સ્થિતિમાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને નવોદિત મિલન રત્નાયકે અડધી સદી ફટકારી હતી. બુધવારની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે વિના નુકસાન 22 રન બનાવી લીધા હતા. કેપ્ટન ઓલી પોપ અને બેન ડકેટ અણનમ રહ્યા હતા. માન્ચેસ્ટરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડના ઝડપી બોલરોએ શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાના નિર્ણયને ખોટો સાબિત કરી દીધો હતો જ્યારે મુલાકાતી ટીમે 6 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.
લંચ સુધી ટીમનો સ્કોર 80/5 હતો. ટી બ્રેક પહેલાં કેપ્ટન ડી સિલ્વાના આઉટ થયા બાદ રત્નાયકેએ 72 રન બનાવ્યા અને ટીમને 200નો આંકડો પાર કર્યો. ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સ અને શોએબ બસીરને 3-3 વિકેટ મળી હતી.

