Sports

ગુજરાતની એલાવેનિલને પૂછ્યું- કેમ મેડમજી, મજામાં? લક્ષ્ય સેન, શ્રીજેશ સાથે વાત કરી; વિનેશને દેશનું ગૌરવ ગણાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તમામ ખેલાડીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ હસતા હસતા કહ્યું કે જ્યારે પેરિસમાં તમારા રૂમમાં એસી કામ કરતું ન હતું ત્યારે તમે વિચાર્યું હશે કે મોદી મોટી મોટી વાતો કરે છે.

ગુજરાતની એલાવેનિલ વાલરિવાન સાથે વડાપ્રધાને ગુજરાતીમાં વાત કરી.

આ અંગેની માહિતી મળતાં જ એસીનું કામ થોડા કલાકોમાં જ પૂરું થઈ ગયું હતું. શું તમારા રૂમમાં એસી ઠીક હતું? તો પીએમ મોદીએ વિનેશ ફોગાટનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિનેશ ફોગાટે રેસલિંગની ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.

પીએમ મોદીએ વિનેશના વખાણ કર્યા

PM મોદીએ કહ્યું કે વિનેશે પોતાના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. તેણે રેસલિંગની ફાઈનલમાં પહોંચીને જ ઈતિહાસ રચ્યો છે. તેમણે અન્ય મેડલ વિજેતા ખેલાડીઓની પણ પ્રશંસા કરી હતી.

પીઆર શ્રીજેશે કહેલી વાત પર ત્યાં હાજર ખેલાડીઓ સહિત PM મોદી પણ હસવા લાગ્યા.

આ ઉપરાંત મોદીએ કહ્યું કે જે ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં મેડલ જીતી શક્યા નથી તેઓએ નિરાશ થવાની જરૂર નથી. આ વખતે ભલે તમે મેડલ ચૂકી ગયા હોવ પરંતુ તમારી મહેનતને જોતા હું કહી શકું છું કે તમને જલ્દી જ સફળતા મળશે.