Sports

પૂર્વ ભારતીય ક્રિકેટર DSP જાેગીન્દર શર્મા સહિત અન્ય ચાર વિરુદ્ધ  FIR નોંધાઈ

હિસારના ડાબરા ગામના ૨૭ વર્ષીય પવનની આત્મહત્યાના કેસમાં પૂર્વ ખેલાડી અને તત્કાલિન DSP અને પૂર્વ ક્રિકેટર સહિત ૬ લોકો વિરુદ્ધ FRI નોંધવામાં આવી છે. આ તમામ પર એક યુવાનને હેરાન કરવાનો આરોપ છે જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. સિવિલ હોસ્પિટલમાં ઝ્રસ્ર્ં ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોએમૃતદેહ લેવાનો ઈન્કાર કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

વાસ્તવમાં ૧ જાન્યુઆરીએ ડબરા ગામના પવને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પવનની માતા સુનીતાએ ૨ જાન્યુઆરીએ આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં સુનીતાએ જણાવ્યું હતું કે ઘરને લઈને ઝઘડો થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, રાજેન્દ્ર સિહાગ, જાેગીન્દર શર્માની સાથે ઘરને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેનો પુત્ર પવન આ બાબતે ચિંતિત હતો. તેના પુત્ર પવને ૧ જાન્યુઆરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

સુનીતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.. પવનના મોત બાદ પરિવારના સભ્યો સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેસી ગયા હતા અને તમામ આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પવનનો મૃતદેહ લેવાની પણ ના પાડી દીધી હતી. ડ્ઢજીઁ અશોક કુમાર ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપતાં તેમણે હિસાર વિભાગના ૪ જિલ્લામાં કોઈપણ અધિકારી દ્વારા તપાસ કરાવવાની વાત કરી હતી. આના પર પરિવારના સભ્યોએ મામલાની તપાસ કરાવવા અને છજીઁ સાથે વાત કરવા જણાવ્યું હતું. જે બાદ ડો.રાજેશ કુમાર મોહન વિરોધ પર બેઠેલા પરિવારજનો પાસે પહોંચ્યા. તેમણે પરિવારના સભ્યોને આ મામલે જાતે તપાસ કરવાની ખાતરી આપી હતી. આ મામલે પૂર્વ ખેલાડી અને તત્કાલીન DSP જાેગીન્દર શર્મા કહે છે કે હું પવનને ઓળખતો નથી કે મળ્યો નથી.

સાડા ??ત્રણ વર્ષના કાર્યકાળમાં ઘણી તપાસ થઈ છે. આવો કોઈ કિસ્સો અમારા ધ્યાને પણ આવ્યો નથી. આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ કુમારે જણાવ્યું કે પવનની આત્મહત્યા અંગે કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનો તત્કાલીન DSPપર પણ આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

File-01-Page-20-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *