ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
મનુ ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મનુ માત્ર 0.1 પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. તેણે 221.7 પોઈન્ટ મેળવ્યા છે.
2021ના ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી ગઈ હતી. તે 20 મિનિટ સુધી લક્ષ્ય રાખી શકી ન હતી.
પિસ્તોલ રિપેર થઈ ગયા પછી પણ મનુ માત્ર 14 શોટ જ ફાયર કરી શક્યો અને ફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મનુ નિરાશ હતી પરંતુ તેણે કમબેક કર્યું અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો.