બરોડા ક્રિકેટ એસોસીયેશન દ્વારા તૈયાર કરાયેલા 42 એકરના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે સૌ પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ રમાશે,24મી બીજી ડે-નાઈટ અને 27મીએ ઓડીઆઇ રમાશે. વેસ્ટઇંડિઝ અને ભારત વચ્ચે શ્ર્રેણી રમાશે.
બીસીએના ખજાનચી શીતલ મહેતાએ જણાવ્યું હતું કે ,કોટંબી મોતીબાગ અને રિલાયન્સ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાડનારું કોટંબી ત્ર્રીજું મેદાન બનશે,બીસીએ દ્વારા આ અંગે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.
કોરોનાકાળમાં સ્ટેડિયમનું ખાતમુર્હુત થયું હતું તે પછી સાડા ત્ર્રણ વર્ષમાં કોટંબી સ્ટેડિયમની કામગીરી પુરી કરાઈ હતી. રસ્તાની સમસ્યા પણ હલ થઇ ગઇ હતી.
કોટંબી ખાતે આગામી 22,25 અને 27મી ડિસેમ્બરના રોજ ભારત અને વેસ્ટઇડિંઝની મહિલાઓ વચ્ચે વન-ડે શ્ર્રેણી રમાશે. જેમાં 22મી અને 24મીના રોજ ડે-નાઇટ અને 27મીના રોજ એક દિવસીય મેચ રમાશે