Sports

મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે તેના બીજા દાવમાં ૧૮૫ રનના સ્કોર પર ૯મી વિકેટ ગુમાવી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ પર તમામની નજર ટકેલી છે. બંને ટીમો વચ્ચે જાેરદાર સ્પર્ધા ચાલી રહી છે. બીજી ટેસ્ટ મેચ હૈદરાબાદથી હજારો કિલોમીટર દૂર રમાઈ રહી છે, જ્યાં રોમાંચક ક્રિકેટ જાેવા મળી રહ્યું છે. આ ડે-નાઈટ મેચ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે એક વિચિત્ર દ્રશ્ય જાેવા મળ્યું, જ્યાં એક ખેલાડીને આઉટ આપવામાં આવ્યો હતો પરંતુ તેને ડીઆરએસની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો. તેમ છતાં તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચ ખરાબ રીતે હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે બીજી ટેસ્ટમાં જાેરદાર વાપસી કરી હતી અને પહેલા અને બીજા દિવસે પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું હતું.

ત્રીજા દિવસે પણ વેસ્ટ ઈન્ડિઝના બેટ્‌સમેનોએ ઓસ્ટ્રેલિયાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને બીજી ઈનિંગમાં ૧૯૩ રન બનાવ્યા. આ રીતે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૨૧૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જાે વેસ્ટ ઈન્ડિઝ સાથેની ઘટના ન બની હોત તો આ ટાર્ગેટ થોડો મોટો થઈ શક્યો હોત. મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે તેના બીજા દાવમાં ૧૮૫ રનના સ્કોર પર ૯મી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ શમર જાેસેફ છેલ્લા બેટ્‌સમેન તરીકે ક્રિઝ પર આવ્યો હતો. ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક બોલિંગ કરવા આવ્યો ત્યારે સ્કોરમાં માત્ર ૬ રન ઉમેરાયા હતા. સ્ટાર્કે તેના ઝડપી યોર્કર વડે શમર જાેસેફ પર હુમલો કર્યો અને બોલ સીધો જાેસેફના જૂતામાં વાગ્યો. ન્મ્ઉની જાેરદાર અપીલ પર અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જાે કે તે સ્પષ્ટ રીતે ન્મ્ઉ દેખાતો હતો પરંતુ તેમ છતાં જાેસેફે તરત જ તેના પર ડ્ઢઇજી લઈ લીધું.

અહીં જ તેનો બચાવ થયો હતો કારણ કે તે નો-બોલ સાબિત થયો હતો. જાેસેફ આઉટ થતા બચી ગયો હતો પરંતુ તેમ છતાં જાેસેફ પેવેલિયન પરત ફર્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સનો અંત આવ્યો હતો. સ્ટાર્કનો યોર્કર એટલો ઝડપી હતો કે જાેસેફના પગમાં ઈજા થઈ હતી. તે એટલી બધી પીડામાં હતો કે તે તેની ઇનિંગ ચાલુ રાખી શક્યો ન હતો અને તે જ ક્ષણે વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *