Sports

પંજાબ કિંગ્સના બેટ્‌સમેન જાેની બેયરસ્ટોએ ધમાકેદાર સદી સાથે KKRને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સિઝનમાં વિસ્ફોટક બેટિંગના ઘણા દ્રશ્યો જાેવા મળ્યા છે અને અંતે પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્‌સમેન જાેની બેયરસ્ટો પણ તેમાં પોતાનું નામ લખવામાં સફળ રહ્યો છે. આ સિઝનની શરૂઆતથી જ નિષ્ફળ રહેલા ઈંગ્લિશ બેટ્‌સમેન બેયરસ્ટોએ ટીમમાં વાપસી કરી હતી અને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને વિસ્ફોટક સદી ફટકારી હતી. બેયરસ્ટોએ દ્ભદ્ભઇના બોલરોને એવી રીતે ફટકાર્યા કે તેણે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સનસનાટી મચાવી દીધી. ipl ૨૦૨૪ સિઝનની શરૂઆત ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્‌સમેન માટે બિલકુલ સારી રહી ન હતી અને તે સતત નિષ્ફળ રહ્યો હતો.

સતત ૬ મેચમાં એક પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહેતા પંજાબે તેને પડતો મૂક્યો હતો. આ ૬ ઈનિંગ્સમાં બેયરસ્ટોના બેટમાંથી માત્ર ૯૬ રન જ બન્યા હતા. અંતે, તે કોલકાતા સામે ટીમમાં પાછો ફર્યો અને માત્ર ટીમમાં જ નહીં પરંતુ ફોર્મમાં પણ બેયરસ્ટોએ પુનરાગમન કર્યું અને ૬ મેચોની નિષ્ફળતા એક ઈનિંગથી ભરપાઈ કરી.

બેયરસ્ટોએ તે મેચમાં સદી ફટકારી જે મેચમાં પંજાબને તેની સૌથી વધુ જરૂર હતી. સતત ૪ મેચ હાર્યા બાદ પંજાબે કોઈપણ ભોગે આ મેચ જીતવી જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ ૨૬૨ રનનો અશક્ય જણાતો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેયરસ્ટોએ કોલકાતાના બોલરોને એવો ફટકો આપ્યો, જેને આ ટીમ ક્યારેય નહીં ભૂલી શકે.

બેયરસ્ટોએ માત્ર ૨૩ બોલમાં અડધી સદી ફટકારી અને પછીના ૨૨ બોલમાં વધુ ૫૦ રન બનાવ્યા અને માત્ર ૪૫ બોલમાં સદી ફટકારી. પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્‌સમેન જાેની બેયરસ્ટોએ દ્ભદ્ભઇ સામે જાેરદાર સદી ફટકારી હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ સિઝનની આ ત્રીજી સદી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારાયણ અને રાજસ્થાન રોયલ્સના જાેસ બટલરે આ જ મેચમાં સદી ફટકારી હતી. કોલકાતા તે મેચ હારી ગયું હતું. એકંદરે, આ ૈંઁન્ ૨૦૨૪ની ૧૦મી સદી અને પંજાબ તરફથી પ્રથમ સદી છે.