અમદાવાદના આનંદનગર અને નવરંગપુરામાં સાયબર ક્રાઈમના બે અલગ અલગ બનાવ બન્યા હતા. આનંદનગરમાં યુવકે ઓનલાઇન જાહેરાત જોઈને કોસ્મેટિક વસ્તુઓ ખરીદવા જતા 35 હજારની ઠગાઈ છે. જ્યારે નવરંગપુરામાં યુવક અને તેની પત્નીના ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે ફેંક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. જેની પોલીસે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઈન્સ્ટાગ્રામમાં જાહેર જોઈ ખરીદી કરવા જતા ઠગાઈ આનંદનગરમાં રહેતો 21 વર્ષનો યુવક સોલર પેનલનો વ્યવસાય કરે છે.યુવકે ઈન્સ્ટાગ્રામ પર કોસ્મેટિક અને મસાજ થેરાપી જાહેરાત જોઈ હતી.યુવકે રજીસ્ટ્રેશન માટે 199 રૂપિયા ભર્યા હતા.કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદવા 1500 ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા જે બાદ મેમ્બરશિપ લેવા 8777 પણ ટ્રાન્સફર કર્યા હતા.
આ દરમિયાન યુવકના ખાતામાંથી જાણ બહાર 8777,8777 અને 7000 રૂપિયા ઉપડી ગયા હતા.આમ યુવક સાથે 35 હજારની ઠગાઈ થતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવક અને તેની પત્નીનું ફેક આઈડી બનાવ્યું નવરંગપુરામાં રહેતો 25 વર્ષીય યુવક હેલ્પર તરીકે નોકરી કરે છે. યુવકને તેના મિત્રએ જણાવ્યું હતું કે એક આઇડી પરથી ઈન્સ્ટાગ્રામમાં રીક્વેસ્ટ આવી હતી જેમાં પ્રોફાઈલ ફોટોમાં યુવક અને તેની પત્નીનો ફોટો હતો. યુવકને પણ તે અજાણ્યા આઇડી પરથી રીક્વેસ્ટ આવી હતી. યુવકે તે અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત પણ કરી હતી. જોકે યુવકના ફોટોનો ઉપયોગ કરીને ફેંક આઇડી બનાવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

