GT vs RCB વચ્ચેની મેચમાં વિલ જેક્સની તોફાની સદી,
વિરાટ કોહલીએ ૭૦ રનની ઇનિંગ રમીને RCB IPL ૨૦૨૪માં ત્રીજી જીત અપાવી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને ૭ વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ ૭૦ રનની ઇનિંગ રમીને RCB IPL ૨૦૨૪માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦૦ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમે ૧૮ બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઇઝ્રમ્ની શરૂઆત સારી રહી હતી, પરંતુ ફાફ ડુપ્લેસીસ ૧૨ બોલમાં ૨૪ રન બનાવીને આઉટ થયો હતો.
અહીંથી વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે ૧૬૬ રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે ગુજરાતની બોલિંગની કમર તોડી નાખી હતી. ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વિલ જેક્સે આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ ૧૦ ઓવરમાં ટીમે ૧ વિકેટના નુકસાન પર ૯૮ રન બનાવ્યા હતા. મહત્વનું છે કે આ બાદની ૫ ઓવરમાં કોહલી અને જેક્સે મળીને ૭૯ રન બનાવ્યા, જેના કારણે ૧૫ ઓવર પછી ઇઝ્રમ્નો સ્કોર ૧૭૭ રન થઈ ગયો. અને જેકસે છેલ્લા બોલે છગ્ગો ફટકારી પોતાની સદી પૂરી કરી હતી.

