Sports

પાકિસ્તાનની પ્રથમ શ્રેણીમાં કેપ્ટન તરીકે શાહીન આફ્રિદીની શરૂઆત બહુ સારી રહી નથી

પાકિસ્તાને T૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ્‌૨૦ શ્રેણી શુક્રવારથી શરૂ થઈ છે અને પાકિસ્તાની ટીમે તેની સાથે ઘણા પ્રયોગો પણ શરૂ કર્યા છે. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાનની આ પ્રથમ શ્રેણી છે, પરંતુ કેપ્ટન તરીકે શાહીનની શરૂઆત બહુ સારી રહી નથી. શાહીન આફ્રિદીએ એક ઓવરમાં ૨૪ રન આપ્યા હતા. ખાસ વાત એ હતી કે ન્યુઝીલેન્ડના બેટ્‌સમેન ફિન એલને શાહીન આફ્રિદીને સતત પાંચ બોલ પર પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી અને એક રીતે આ તેની કારકિર્દીની સૌથી મોંઘી ઓવર પણ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં જ શાહીન આફ્રિદી સાથે આવું થયું હતું.

ફિન એલને ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સની ત્રીજી ઓવરમાં શાહીન આફ્રિદી પર બેટથી જાેરદાર એટેક કર્યો હતો. તેણે આ ઓવરમાં ૨ છગ્ગા, ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને કુલ ૨૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન ફિન એલને શાહીન આફ્રિદીના બોલ પર એક હાથે સિક્સર પણ ફટકારી હતી. તમને જણાવી દઈએ કે શાહીન આફ્રિદી પહેલીવાર ્‌૨૦ ક્રિકેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને હવે ટીમ તેમના નેતૃત્વમાં ્‌૨૦ વર્લ્ડ કપ રમવા માટે તૈયાર થઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામેની ્‌૨૦ સિરીઝ પાકિસ્તાનની તૈયારીનો પહેલો તબક્કો છે, જાેવાનું એ રહે છે કે પાકિસ્તાન આ ટેસ્ટમાં ક્યાં સુધી પાસ થાય છે. જાે આ મેચમાં ન્યુઝીલેન્ડની વાત કરીએ તો તેમની તરફથી કેપ્ટન કેન વિલિયમસને ૪૨ બોલમાં ૫૭ રન અને ડિરેલ મિશેલે માત્ર ૨૨ બોલમાં ફિફ્ટી ફટકારીને કુલ ૬૧ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે આ ઈનિંગમાં ૨૨૬/૮ રન બનાવ્યા હતા અને પહેલી જ મેચમાં પાકિસ્તાનને મુશ્કેલ પડકાર આપ્યો હતો.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *